58 વહાલો પ્રેમને વશ થયા રજી


વહાલો પ્રેમને વશ થયા રજી રે,
એમા શુ કરે પંડિત ને કાજી રે
વહાલો પ્રેમને વશ થયા રજી રે,

કરમાબાઇનો ખાધો ખીચડો
ને વિદરની ખાધી જી
જૂઠા બોર શબરીનાં ખાધા,
વ્હાલે છપ્પન ભોગ મેલ્યા ત્યાગી રે..

વિદુરને ઘેર શ્રી ક્રુષણ પધાર્યાને
કેળા લાવ્યાં તા માંગી
ગર્ભ કાઢીને છાલ ખવરાવી લ્હાલે,
તોય ન જોયુ જાગી રે.

ગણિકા હતી તે પોપને પઢાવતી ને
તેમાં અને લગની લાગી
ભગવાન હતા તે સહેજમાં મળ્યા,
એની સંસારની ભ્રમણા ભાંગી

ભકતની લોકો નિન્દા કરે
ને જગત થયુ છે પાજી
ભલએ મળ્યા નરશીના સ્વામી રે
માથે ગિરિધર રહ્યો ગાજી રે


Leave a Reply

Your email address will not be published.