63 હે કરુણાના કરનાર તારી


હે કરુણાના કરનાર તારી, કરુણાનો કોઈ પાર નથી;
હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી;

મેં પાપ કર્યા છે એવાં, હું ભૂલ્યો તારી સેવા;
મારી ભૂલોના ભૂલનારા….તારી

હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી;
અવળી સવળી કરનારા તારી

હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા;
વિષનું અમૃત કરનારા તારી

કંઈ છોરુ કછોરું થાયે, પણ માવતર તું કહેવાય;
શીતળ છાયાના દેનાર…તારી

મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો;
મારી નાવના ખેલનારા તારી

છે જીવન મારું ઉદાસી પ્રભુ શરણે લે અવિનાશી;
મારા દિલમાંયે રમનારા….તારી


Leave a Reply

Your email address will not be published.