એવા હેત રાખજો તમે રામથી,
રાખે બપૈયા ને મોર,
રાખે જેમ ચન્દ્ર ને ચકોર…
એવાં હેત..
હેત રે વખાણીયે કુંજલડી કેરા બચલા
મેલી મેરામણથી જાય..
આઅ આઠ માસે આવીને ઓળખે,
એનું નામ હેત રે કહેવાય….
હેત રે વખાણીયે વીંછલડી કેરાં,
બચલાંને સોપી દે શરીર રે
આપરે મરે ને પરલે ઓધ રે,
એવી એની મેં સરીખી પ્રીત
અનળ પંખી રંગ બેરંગી
ઉડીને આકાશે જાય રે
દ્રષ્ટી થકી કુળ એનાં નામ જે,
એનું નામ હેત કહેવાય
એવાં હૈત રે વખાણીયે
પનીહારી કેરાં કૂવે પાણી હારે જાય
(સુરતા) હો રે રમેને કરે તાડીયું દેયે
સુરતા એની બેડલાની માંય રે, એવા
રંગ બેરંગીભમરા ઉડી આકાશે જાય
દાસી જીવણ સંતો વિવે
આ વાતું અનુભવીને ઓળખાય.