67 એવા દોરંગા ભેળા રે નવ બેસીએ


એવા દોરંગા ભેળા રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…

ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…

ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફ્લાય રે
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…

ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…

કામ, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…

દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…


Leave a Reply

Your email address will not be published.