ખુશી દેજે જમાનાને
મને હરદમ રુદન દેજે
અવર ને આપજે ગુલશન,
મને વેરાન વન દેજ
સદાય દુ:ખમેં મલકે
મને એવા સ્વજન દેજે
ખિઝાંમાં ન કરમાયે,
મને એવાં સુમન દેજે
જમાનાં બધા પુણ્યો,
જમાનને મુબારક હો
હું પરખુ પાપને મારાં,
મને એવા નયન દેજે
હું મુકિત કેરો ચાહક છું,
મને બંધન નથી ગમતાં
કમળ બિડાય તે પહેલા,
ભમરને ઉડયન દેજે
સ્વમાની છું કદી વિણ
આવકારે ત્યાં નહિં આવું
અગર તુ હે શકે તો
ધરતી પર ગગન દેજે
ખુદાયા આટલી તુજને વિનંતી છે,
આ નાઝીર”ની
રહે જેનાથી અગ્નમ શીશ
મુજને એ નમન દેજે