65 દગાબાજ


હો દગાબાજ દગાબાજ
નેકળ્યા એ દગાબાજ
દગાબાજ દગાબાજ
નેકળ્યા એ દગાબાજ

જેને માથે બેહાડયા મેં રાખ્યા સરતાજ
જેને માથે બેહાડયા મેં રાખ્યા સરતાજ
જેને કરતા વાતો મનની રાખ્યા દિલની પાસ
એ જ મારી જાન નેકળ્યા દગાબાજ
એ જ મારી જાન નેકળ્યા દગાબાજ
હવે મારે રોવાનું રહ્યું
હવે પછતાવાનું રહ્યું
હવે મારે રોવાનું રહ્યું
મારે પછતાવાનું રહ્યું…
જેને કરતા વાતો મનની રાખ્યા દિલની પાસ
એ જ મારી જાન નેકળ્યા દગાબાજ
એ જ મારી જાન નેકળ્યા દગાબાજ

હાથની હથેળીમાં મેં રાખી તને
રહી શું ખોટ ના હમજાયું મને
દૂધ કહી ઝેર પીવડાયું તમે
હતી નફરત તને ના જાણ્યું અમે
તને ભગવાન કરગરું હવે ક્યાં જઈને મરું
તને ભગવાન કરગરું કેને ક્યાં જઈને મરું…
જેને કરતા વાતો મનની રાખ્યા દિલની પાસ
રાખ્યા જેને દિલ માં નેકળ્યા દગાબાજ
રાખ્યા જેને દિલ માં નેકળ્યા દગાબાજ

તારા રસ્તામાં ફૂલ બિછાવ્યાં અમે
આંખો ની પલકો પર રાખ્યા તને
આવા રે કઠણ દિલ નોતા તમે
શરમ ના આવી તને છોડતા મને
હવે મારે રોવાનું રહ્યું
દર્દ સહેવાનું રહ્યું
હવે મારે રોવાનું રહ્યું
દર્દ સહેવાનું રહ્યું…
જેને કરતા મનની વાતો રાખ્યા દિલની પાસ
રાખ્યા દિલ માં એ નેકળ્યા દગાબાજ
જેને માથે બેહાડયા મેં રાખ્યા સરતાજ
એ જ મારી જાન નેકળ્યા દગાબાજ
એ જ મારી જાન નેકળ્યા દગાબાજ


Leave a Reply

Your email address will not be published.