હૈ એ તો હોનાની નગરી નો રાજા કેહવાય
એ તો હોનાની નગરીનો રાજા કેહવાય
એની આંખોમાં દુનિયા આખી દેખાય
એ મારા ઠાકરના તેજની વાતના કરાય
જ્યા પગ મેલે ત્યા અજવાળા થાય
લેર લાગી ઠાકરના નામની
હુ દીવાની મારા ઘનશ્યામની
લેર લાગી ઠાકરના નામની
હુ દીવાની મારા ઘનશ્યામ ની
એ તો હોનાની નગરીનો રાજા કેહવાય
એની આંખોમાં દુનિયા આખી દેખાય
એ કોઈ કહે કાનો ને કોઈ કહે કાન
કોઈ કહે ઠાકર ને કોઈ ઘનશ્યામ
એ મારો રાજા રણછોડ તો હૌનો ભગવાન
હૈયે હોઠે મારા વાલાનુ નામ
એ નરસિંહ મહેતાનો તો કિરતાર
તુ મીરા બાઇનો હાચો ભરથાર તું
નરસિંહ મહેતાનો તો કિરતાર
તુ મીરા બાઇનો હાચો ભરથાર તું
એ તો હોનાની નગરીનો રાજા કેહવાય
એની આંખોમાં દુનિયા આખી દેખાય
એ તારું મુખ મનોહર પ્યારુ છે રૂપ
ધરતી પર પ્રગટ્યો શક્તિ સ્વરૂપ
એ જેની ભેળો ઠાકર એને શેનુ છે દુખ
એને આખી દુનિયાના મળે છે સુખ
જીત વાઘેલા કરે પોકાર રે
તમે ખોલો અંતર ના દ્વાર રે
તારા ભક્તો કરે પોકાર રે
તમે ખોલો અંતર ના દ્વાર રે
હૈ એ તો હોનાની નગરી નો રાજા કેહવાય
એની આંખોમાં દુનિયા આખી દેખાય