55 કનૈયા છટકી રે મારા માખણની


મોરલી વાળા રે લાગો વ્હાલા
એ છટકી રે મારા માખણની મટકી
ઉભો છે પેલો કાનુડો અટકી
એ છટકી રે મારા માખણની મટકી
ઉભો છે પેલો કાનુડો અટકી
નંદના લાલજી કાળા ઓ કાનજી
નંદના લાલજી કાળા ઓ કાનજી
જાવા દે છોગાળા છેલ

મોરલી વાળા રે
કનૈયા મોરલી વાળા રે
કનૈયા મોરલી વાળા રે
કાના મારા મોરલી વાળા રે
એ છટકી રે મારા માખણની મટકી
ઉભો છે પેલો કાનુડો અટકી

મારગડો રોકીને ઉભા છે કાનજી
ઝાલી પાલવડો માંગે છે દાન જી
મારગ રોકીને ઉભા છે કાનજી
ઝાલી પાલવડો માંગે છે દાન જી
હે કાળા કરશનજી માધવ મોહનજી
કાળા કરશનજી માધવ મોહનજી
મારગડો મારો મેલ
મોરલી વાળા રે
કનૈયા મોરલી વાળા રે
કનૈયા મોરલી વાળા રે
કાના મારા મોરલી વાળા રે
એ છટકી રે મારા માખણી મટકી
ઉભો છે પેલો કાનુડો અટકી

રાત પડી છે હવે જાવા દે મુજને
નખરા મેલી દે કવશું લ્યા તુજને
રાત પડી છે હવે જાવા દે મુજને
નખરા મેલી દે કવશું લ્યા તુજ ને
ઓરે ઓ શ્યામજી નાગર નંદજી
ઓરે ઓ શ્યામજી નાગર નંદજી
મેલી દે ખોટા તું ખેલ
મોરલી વાળા રે
કનૈયા મોરલી વાળા રે
કનૈયા મોરલી વાળા રે
કાના મારા મોરલી વાળા રે


Leave a Reply

Your email address will not be published.