હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો
હે કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો
તું મારો દ્વારકાનો નાથ
હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો
તું મારો દ્વારકાનો નાથ
હે કેમ ભુલી ગયો ભગવાન રે
હે મારો દ્વારકાનો નાથ
કેમ ભુલી ગયો ભગવાન રે
હે મારો દ્વારકાનો નાથ
હે ગોકુળ તે ગામનો ગોવાળિયો
હે ગોકુળ તે ગામમાં ગાયુ ચરાવતો
ગાયુ ચરાવતો ને ભેળો ભેળો હાલતો
હો ભુલી ગયો ભાઈબંધી અમે નથી ભુલીયા
મોટા મોટા મેલોમાં તું મોજ માણતો
હે તું છો નંદ રે જશોદાનો લાલ રે
તું છો નંદજશોદાનો લાલ રે
હે મારો દ્વારકાનો નાથ
હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો
યમુનાના કાંઠે તું રાહડે રમાડતો
રાહડે રમાડતો ને વાંહળી વગાડતો
હે ઘેલું કર્યું ગોકુળને ઘેલી કરી ગોપીયુ
ઘેલા કીધા રે તે તો ગોપ ને ગોવાળિયા
હે તું છો રાધા ના હૈયા નો હાર રે
તું છો રાધા ના હૈયા નો હાર રે
હે મારો દ્વારકાનો નાથ
હે કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો