ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા
ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા
રાધા કહે માધા શા માટે થયા પારકા
હો મોસાળ મથુરાને દેહ છોડ્યો ભાલકા
મોસાળ મથુરાને દેહ છોડ્યો ભાલકા
રાધા કહે માધા શા માટે થયા પારકા
ભુલ્યો ગોપીયોંને ભુલ્યો કેમ રાધા
ભુલ્યો ગોપીયોંને ભુલ્યો કેમ રાધા
ઓરે મારા વાલા તમે કેમ થયા પારકા
ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા
ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા
રાધા કહે માધા તમે કેમ થયા પારકા
ઓરે મારા વાલા શા માટે થયા પારકા
હો.. તારું નગર છે સોનાનું
અમારું ગામડું નાનું
તને જીવની જેમ રાખતા અમે
તું ભૂલી જાય એ શાનું…
નંદ બાબાને જશોદા માતા
તારા ગયા પછી કાય નો ખાતા
ઓરે મારા કાન્હા તમે કેમ થયા પારકા
ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા
ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા
રાધા કહે માધા શા માટે થયા પારકા
ઓરે મારા કાન્હા કેમ થયા પારકા
માન્યું કે તું ભગવાન છે
આખી દુનિયાનું રાખે ધ્યાન છે
થાક લાગતો હશે તારી આ પીડાને
રાધા સિવાય કોણ જાણે…
ઓ.. તારી જોડે માંગે જો પ્રેમ
જોજે જુદાં ના થાય આપણી જેમ
ઓરે મારા વાલા તમે કેમ થયા પારકા
ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા
ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકા
રાધા કહે માધા શા માટે થયા પારકા
ઓરે મારા વાલા શા માટે થયા પારકા