હે થનગનતો આ મોરલો
એક એની પરદેશી છે ઢેલ
ખમ્મા રે વાલમજી મારા
ખરો કરાવ્યો મેળ રે
ખરો કરાવ્યો મેળ…
ગોરી રાધાને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધાને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે , કાનુડાં ની પ્રીત છે;
જગની રીતનું સુ કામ
રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ…
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
પશ્ચમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે
પચ્છમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે
રાધા નું તનડું નાચે
મનડું નાચે કાન્હા ની મુરલી
ભુલાવે જો ને સહુના ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી ગોરી રાધા ને કાળો
કાન ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે , કાનુડાં ની પ્રીત છે;
જગની રીતનું સુ કામ
રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ…
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન