75 નંદલાલ નહિ રે આવું


નંદલાલ નહિ રે આવું, ઘરે કામ છે,
તુલસીની માળામાં શ્યામ છે;
વૃંદા તે વનને મારગ જાતાં,
રાધા ગોરી ને કાન શ્યામ છે
નંદલાલ….

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
સહસ્ત્ર ગોપી ને એક કહાન છે:
વૃંદા તે વનને મારગ જાતાં,
દાણ આપ્યાની ઘણી હામ છે
નંદલાલ….

વૃંદા તે વનની કુંજ ગલીમાં,
ઘેર ઘેર ગોપીઓનાં ઠામ છે;
આણી તીરે ગંગા પેલી તીરે જમુના,
વચમાં ગોકુળિયું ગામ છે
નંદલાલ….

ગામનાં વલોણાં મારે મહીનાં વલોણાં.
મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળ સુખધામ છે
નંદલાલ….


Leave a Reply

Your email address will not be published.