નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ.
જલ જમુનાનાં પાણી રે જાતાં
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી
અતંરમાંથી….
આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી-
પીળાં પિતાંબર જરકશી જામા,
કેસર આડ કરી
અંતરમાંથી….
મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલ વરને વરી
અંતરમાંથી….