નાખેલ પ્રેમની દોરી,
ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી.
આની કોરે ગંગા વાલા પેલી કોરે યમુના
વચમાં કાનુડો નાખે ફેરી રે
ગળામાં અમને…
વૃંદા રે વનમાં વાલે ધેનુ ચરાવી,
વાંસળી વગાડે ઘેરી ઘેરી
ગળામાં અમને…
જળ રે જમુનાનાં અમે પાણીડાં ગ્યાં તાં,
ભરી ગાગર નાખી ઢોળી
ગળામાં અમને…
વૃંદા રે વનમાં વાલે રાસ રચ્યો રે.
કાન કાળો ને રાધા ગોરી
ગળામાં અમને…
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
ચરણોની દાસી પિયા તોરી
ગળામાં અમને….