99 સાચા સાંતની માથે ભક્તિના


સાચા સંતો પર ભગતીનો મોડ
તેથી જુગોજુગ ન છોળ
એવા સાચા રે સંતો ને માથે
ભક્તિ કેરા મોડ
એવા સાચા રે

નિરખતા નૈના હરખે,
મટી જાય મનની દોડા દોડ,
નિર્મળ મન થી નિરખી ને જોયુ,
કઈ ખોટી મળે નહિં ખોટ
એવા સાચા રે

નિંદા પરાઈ નઠારી લાગે
સમરે શ્રી રણછોડ,
એવા હરીજન અલખ ને પ્યારા
જેની માથે ભક્તિ ના મોડ
એવા સાચા રે

દોષ પોતાનો પ્રગટ કરી
ને કરે હાથોની જોડ,
દગો ને પ્રપંચ દીલ માં ન રાખે,
ભલે ગુના હોય લાખને કરોડ
એવા સાચા રે

ધર્મ rની સાટે ધરવું હોય માથું,
આવે દોડા દોડ,
આવા હરીજન અવની મા ઓછા,
બીજા લાખને કરોડ
એવા સાચા રે

જુગ જુગ જોડી અમર રાખો,
સાહેબ કાંડું નવ છોડ,
ભેળી સમાધિ ભજન તમારું
કીરતાર પુરજો કોડ
એવા સાચા રે

દાસી ઝબુ પીર રામાની દરગાહમા
કરે હાથની જોડ,
ભવબંધન થી છોડાવો ગુરુજી,
કિરતાર કાંડું ન છોડ
એવા સાચા રે


Leave a Reply

Your email address will not be published.