56 શ્રીવલ્લભના નામની માળા


શ્રીવલ્લભના નામની રે માળા છે ડોકમાં,
શ્રીજીના નામની હો માળા છે ડોકમાં…

જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં,
અવળુ ચલાય નહીં, હો માળા છે ડોકમાં
શ્રીવલ્લભના નામની….

હું પદ ધરાય નહીં, પરને પીડાય નહીં,
કોઈને નિંદાય નહીં, હો માળા છે ડોકમાં
શ્રીવલ્લભના નામની….

સુખમાં છલકાય નહીં, દુ:ખમાં રડાય નહીં,
સેવા ભૂલાય નહીં, હો માળા છે ડોકમાં
શ્રીવલ્લભના નામની….

ધનને સંઘરાય નહીં, એકલા ખવાય નહીં,
ભેદ રખાય નહિ હો, માળા છે ડોકમાં
શ્રીવલ્લભના નામની….

અન્યાશ્રય થાય નહીં, અસમર્પિત લેવાય નહીં,
સેવા તજાય નહીં, હો માળા છે ડોકમાં
શ્રીવલ્લભના નામની….

દાસનો દાસ કહે સત્ય ચૂકાય નહીં,
ગ્રી ‘વલ્લભ’ વિસરાય નહીં, હો માળા છે ડોકમાં
શ્રીવલ્લભના નામની….


Leave a Reply

Your email address will not be published.