58 હાંરે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે


હાંરે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે,
હાંરે જોઈ વૈષ્ણવના હૈયા ફૂલે
શ્રીનાથજી ઝૂલે

હાંરે સોનાનો હિંડોળો બનાવ્યો,
હાંરે તેમાં હીરા માણેકે મઢચો…
શ્રીનાથજી

હાંરે જાઈ જીઈનો હિંડોળો બનાવ્યો,
હાંરે તેમાં ગુલાબને મોગરો ભરીયો
શ્રીનાથજી

હાંરે શાક પાનનો હિંડોળો બનાવ્યો,
હાંરે તેમાં ગુવારને કાકડી સોહે
શ્રીનાથજી

હાંરે ફળ ફૂલનો હિંડોળો બનાવ્યો,
હાંરે તેમાં કેળા ને નાસપતિ સોહે
શ્રીનાથજી

હાંરે કુંજ સદનમાં હિંડોળો બનાવ્યો,
હાંરે રાધા કૃષ્ણજીને સંગે ઝૂલે
શ્રીનાથજી

હાંરે લલીતાજી ઝુલાવે હેતે,
હાંરે સત્યભામાજી વાસોલીયા ઢોળે
શ્રીનાથજી

હાંરે ‘વલ્લભ’ના સ્વામી રસીયા,
હાંરે મારા હૃદય કમળમાં વસીયા
શ્રીનાથજી


Leave a Reply

Your email address will not be published.