60 સમય મારો સાધજે વહાલા


સમય મારો સાધજે વહાલા
સમય મારો સાધજે વહાલા
કરું હું તો કાલાવાલા

અંત સમય મારો આવશે જ્યારે
નહીં રહે દેહનું ભાન ભાન
એવે સમય મુખે તુલસી દેજો
દેજો યમુના પાન પાન

જીભલડી મારી પરવશ બનશે
જો હારી બેસું હું હામ હામ
એરે સમય મારી વ્હારે ચઢીને
રાખજે તારું નામ નામ

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે
તુટશે જીવન દોર દોર
એરે સમય મારા અલબેલાજી
કરજો બંસરી શોર શોર

આંખલડી મારી પાવન કરજો ને
દેજો એકજ લ્હાણ લ્હાણ
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને
ભક્તો છોડે પ્રાણ પ્રાણ


Leave a Reply

Your email address will not be published.