આંબો અખંડ ભુવનથી ઊતર્યો,
વ્રજ ભૂમિમાં આંબાનો વાસ,
સખી આંબો રોપીઓ…
વસુદેવે તે બીજ વાવિયું,
હુવો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ…સખી
આંબે જશોદાજી એ જળ સીચીયા,
નંદગોપ આંબાના રખવાળા…સખી
બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા,
મુનિ નારદે કીધા છે જાણ…સખી
વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યાં,
તેના નવ ખંડમાં નામ…સખી
આંબો ધ્રુવ પ્રહ્લાદે અનુભવ્યો,
તેના સેવનારા વ્રજનાર…સખી
દ્વાદશસ્કન્ધ આંબાના થડ થયાં,
ત્રણસો પાંત્રીસ અધ્યાય છે ડાળ…સખી
અઢાર હજાર શ્લોક આંબેતીરખી,
પોણોસો લક્ષ અક્ષર આંબેપાન…સખી
પ્રકરણ તેંતાળીશનાંઆંબેમખાં,
શ્રીમદ્ભાગવત આંબા કેરાં…સખી
કલ્પવૃક્ષ થઇ આંબો દુજીઓ,
એની ચૌદ ભુવન છે છાંય…સખી
તે ફળ શુકદેવજી વેડી લઇ ગયા,
પરીક્ષિત બેઠાં ગંગાજીને તીર…સખી
તે રસ રેડ્યો પરીક્ષિત શ્રવણમાં,
ખરો અનુગ્રહનો આધાર…સખી
સાત દિવસમાં શ્રીકૃષ્ણપદ મળ્યું,
જય શ્રીપુરુષોત્તમ અભિરામ…સખી
કલિયુગમાં પુષ્ટિમાર્ગમાં પરવર્યો,
ધન્ય ધન્ય તેલંગળ અવતાર…સખી
આંબો ગાય શીખે ને સાંભળે,
તેનો ચરણકમળમાં વાસ…સખી
જાઉં શ્રીવલ્લભકુળને વારણે,
બલિહારિ જાય ‘માધવદાસ’…સખી