68 મજબુત મારો પ્યાર


એ તું ચાંદની ચકોરી છે રૂપની કટોરી છે
એ તું ચાંદની ચકોરી છે રૂપની કટોરી છે
એ તું ચાંદની ચકોરી
રૂપ રૂપની કટોરી છે
આભલાની પરી જોણે ગોમડામાં ઉતરી છે
ઓ પરી જેવી પ્યારી કરવી મારે યારી
દિલ ધડકે એના માટે યાર
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે

હો આંખ છે અફીણી નશામાં હું ડૂબ્યો
ગુલાબની પોંખડી એ દલનો દ્વાર ડોલ્યો
હો શર્મિલા ગાલે ગોમમાં છવોણી
બર્ફીલા હોઠે યૌવન જોણે પોણી
મીઠી મુલાકાત માં હાથ દેજો હાથ માં
લાગ્યો છે પ્રેમનો ખુમાર
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
અરે મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે

હો થઇ મોસમ આજ લાલ ગુલાબી
દિલ કરે બનાવું ભૈયોની ભાભી
હો નમણી નજરના વારથી એ વીંધતી
સુતેલા પ્રેમ ને ઈશારા થી છેડતી
હો મોનીજાને છોકરી
કરશું તારી નોકરી
પરણવાનો આયો છે વિચાર
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે


Leave a Reply

Your email address will not be published.