69 અમે યાદ કરશું

તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે
એ તું મળે કે ભલે ના મળે સપના માં અમે મળશું રે

ભલે રડવાના અમે તડપવા ના
પણ યાદ અમે કરવાના
તું યાદ કરે કે ના કરે પણ અમે તો યાદ કરશું રે
એ દિલ મારુ ખાલી ખાલી તારા રે વગર
તમને અમારી ચ્યો સે ખબર
એ કોની સામે ટાંકુ હું તો ટગર ટગર
નથી કરતી કોઈ દવા રે અસર
હો મરવા ના અમે તડપવા ના…(2)
આંસુ ના દરિયા ભરવાના
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે

એ કર્યો ના વિચાર તમે મારો પળભર
કરી ગયા દગો તમે કેવો દિલબર
હો દિલ માં કરી ગઈ છે યાદ તારી ઘર
ભુલાશે નહિ હવે મર્યા રે વગર
હે કરવાના શું કરવાના
શું કરવાના અમે શું કરવાના
દુનિયા ના ડર થી ડરવાના
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે
એ તું મળે કે ભલે ના મળે સપના માં અમે મળશું રે
હો તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે
અમે તો યાદ કરશું રે
અમે તો યાદ કરશું રે

Leave a Reply

Your email address will not be published.