નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
કિસ્મત માં એના ના રે લખાણી મારી બંગડી રે
હે ભગવાને મારી હામુ જોયું ના લગાર
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
હાચા પ્રેમીઓ હારે આવું ચમ થાય સે
રહેવું હોય ભેળું તોય જુદાઇ લખાઈ છે
દિલ ના દર્પણ માં જેની મુર્તિ રે રખાય છે
ખરા ટાણે લેખ એના બીજે ચમ લખાય છે
એ પ્રેમ નો થાતો નથી હાચો ન્યાય
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
કિસ્મત માં એના ના રે લખાણી મારી બંગડી રે
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
હો જૂરી જૂરી ભલે એના વિયોગ માં મરશુ
તોય એનો પ્રેમ ના દિલ માં ઓછો કરશું
હો હો એની યાદો માં છોનું છોનું રડી લઈશું
એને પડે દુખ તો ના સહન અમે કરશું
એ એના માટે જીવડો ભલે જતો રહેતો
નસીબ માં ના રે લખાણી એની પ્રીતડી રે