કોયલ બેઠી આંબલીયાની ડાળ….(૨)
મારો મોરલીયો બેઠો રે ગઢને કાંગરે,માણારાજ
હોંશિલા વીરા તમે કોયલને ઉડાડો આપણ દેશ
છોગાળા વીરા તમે કોયલને ઉડાડો આપણ દેશ
કોયલ માંગે હારલાની જોડ,
મારો મોરલીયો માંગે રે લટિયલ લાડલી,માણારાજ
હોંશિલા વીરા તમે કોયલને ઉડડો આપણ દેશ
છોગાળા વીરા તમે કોયલને ઉડાડો આપણ દેશ
કોયલ માંગે ચુંદડીની જોડ,
મારો મોરલીયો માંગે રે અમીયલ લાડલી,માણારાજ
હોંશિલા વીરા તમે કોયલને ઉડાડો આપણ દેશ
ભાઈ વીરા તમે કોયલને ઉડાડો આપણ દેશ
કોયલ માંગે નથડીની જોડ,
મારો મોરલીયો માંગે રે લટિયલ લાડલી,માણારાજ
હોંશિલા વીરા તમે કોયલને ઉડાડો આપણ દેશ
છોગાળા વીરા તમે કોયલને ઉડાડો આપણ દેશ