કાળજાં કેરો કટકો મારો,
ગાંઠથી છૂટી ગયો,
મમતા રૂવે જેમ વેણુમાં,
મારો વિરડો ફૂટી ગ્યો,
કાળજાં કેરો….
છગતો નહિ જે પગ ધરા પર,
આજ કા થીજી ગ્યો
ડુંગરા જેવડો ઉબરો લાગ્યો,
એણે માંડ માંડ ઓળંગ્યો
કાળજાં કેરો….
બાંધતી નહિ અંબોડલો માથે,
ભલે હોય ગાંઠથી છૂટી ગ્યો,
રાહુ બનીને ઘૂંઘટો મારા,
ચાંદને ગળી ગ્યો
કાળજાં કેરો….
જાન ગઈ એ મારો જાન લઈને,
કે મારો સુનો માંડવડો
પછી ડગલે પગલે મારગ એને
સો સો ગાઉન પંથ
પણ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો,
કવિ દાદ હંજોતો રહયો
કાળજાં કેરો..