હે મારી મોગલ ને તરવાડો બાયું
હે મારો માંગેરો તરવાડો
મોગલ ને તરવાડો હે મારી મોગલ નો તરવાડો
ડાકલિયા તેડાવો માતાજીના પાવળિયા ને તેડાવજો
હે વેણ ને વધાવે પેર્યો મારી મોગલે તરવાડો
મારી મોગલ નો તરવાડો…
સિંદૂર રે છાપાના મોગલ ના ત્રિશૂળ દોરાવ જો
પછી શ્રીફળ રે જમણીના માતાજીના થાપન કરાવજો
હે દીવાની દિવેટે પેર્યો મારી મોગલે તરવાડો
મોગલ ને તરવાડો…
કાળા રે નગરીયા હાડલે લેસ મૂકી ભેળીયો રોપાવજો
લાલ રે જીમી ને અટલસ નું કાપળું બોલાવજો
હે આંખે હોય રો આનંદ ને પેર્યો મારી મોગલે તરવાડો
મોગલ ને તરવાડો…
અબીલ રે ગુલાલ ને બાયું પળા પાંદડિયું મંગાવજો
પાંચ રે નાળિયેર ના મોગલના તોરણીયા બંધાવજો
હે પછી ધૂપ ને ધુમાળે પેર્યો મારી મોગલ માયે તરવાડો
મોગલ ને તરવાડો…
કાંગસી કચોળા ને તપતપતા તેલ રે મંગાવજો
નાળા રે છળીયુને ને ભભકતા અત્તરિયા મંગાવજો
લાપસી જવારી ને પેર્યો મારી મોગલ માયે તરવાડો
મોગલ ને તરવાડો…