પ્રભુજી તમે તો માતા-પિતા, અમે તમારાં બાળ,
નિશદિન લેજો સ્વામિ પ્યારા, છોરુની સંભાળ
ડગલે પગલે સારાં કામો, સદાય કરતો ચાલું, .
દીન-દુ:ખિયાંની સેવાને જ હું ધર્મ મારો માનું
પ્રભુજી તમે
પરમકૃપાળુ, પરમ દયાળું, હરદમ તુજને જાણું,
તવ ચરણ કમળમાં હું અનુપમ સુખડાં માણું
પ્રભુજી તમે
બળ, બુદ્ધિ ને શક્તિ આપો, એવું પ્રભુ હું માંગુ,
તારાં દિવ્ય દર્શન કરતો, સદાય હું તો જાણું
પ્રભુજી તમે
પ્રેમ સુધાનો પીંઉ રસ ને જગને હું પીવડાવું,
સૃષ્ટિના કણકણમાં વસો છો, જાણું ને સમજાવું,
પ્રભુજી તમે