પ્રભુ નમીએ પૂરી પ્રીતે સુખી કરતું સુખી કરજે
સ્તુતિ કરીએ રૂડી રીતે સુખી કરતું સુખી કરજે
બનાવી તેં બધી દુનિયા બનાવ્યા તેં ઉંડા દરિયા
સુરજ ને ચાંદ જગમગિયા સુખી કરતું સુખી કરજે
વળી આકાશમાં તારા અતિ ઉંચે જ ફરનારા
બનાવ્યા તે પ્રભુ પ્યારા સુખી કરતું સુખી કરજે
જગત આખા ઉપર તારી નજર ફરતી રહે ન્યારી
અમારા કામ જોનારા સુખી કરતું સુખી કરજે
તમારા પાપ બાળી ને વળી બુદ્ધિ રૂપાળી દે
નમીએ હાથ જોડીને સુખી કરતું સુખી કરજે