આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી
સંદેશો લઇ ને આવ્યા રુડા શ્રી મહારાણી જી
આંગણ ઉત્સવ બની
વ્રજ ના નંદલાલા રાધાવર કાલા
ગોર્વધન નાથ શ્રીજી કરુ કાલાવાલા
શ્રીજી આ વિનંતિ મારિ કરજો સ્વીકાર જી
આંગણ ઉત્સવ બની
નૈનો ના દ્વારે તોરણ બંધાવુ
કીકીઓની ક્યારિએ તુલસી રોપાવુ
ઝાંખી કરતા નૈનો નો સુખ નો નહિ પાર જી
આંગણ ઉત્સવ બની
દર્શન આપી કરુણા વર્ષાવી
ભક્તો ને પુષ્ટિ નો માર્ગ સમજાવી
હાથ ઝાલી કરાવો રે ભવસાગર પાર જી
આંગણ ઉત્સવ બની