67 તારો નેડો લાગ્યો મુજને


તારો નેડો લાગ્યો મુજને, રાજા રણછોડ રે,
રાજા રણછોડ રે, રંગીલા રણછોડ રે.

અધમ ઉધારણ નામ તમારું,
મહાત્મ્ય તેનું મોટું રે,
ફરતાં ફરતાં તુજ ને સમરું,
બાકી સર્વે ખોટું રે.

કાશી દેખી દેખી દ્વારિકા,
તિરથ દીઠાં સાચારે,
સંત સંગતમાં બેઠો ત્યારે,
દલડે મૂકી માઝા રે.

ભવસાગરમાં હું અઠડાતો,
સગાસંબંધી લૂંટે રે,
દાસ ઉપર જો દયા કરો તો,
ભવના બંધન તૂટે રે.


Leave a Reply

Your email address will not be published.