69 રૂપનો પ્યાલો નૈને પીધો


રૂપનો પ્યાલો નૈને પીધો,
આજ મેં શ્રીજી પ્યારને દીઠો
માખણ ખાતો લાગે મીઠો (૨),
આજ મેં શ્રીજી પ્યારાને દીઠો
રૂપનો પ્યાલો

રૂપ-રસ નો સાગર છલકે,
ઉભો ઉભો જોને મલકે
નંદમહેલને આંગણ ફરતો,
આજ મેં શ્રીજી પ્યારાને દીઠો
રૂપનો પ્યાલો

મન લાગ્યું એ રાસને લટકે,
કામણ કરતો આંખને મટકે
રાસના રંગમાં રમતો ફરતો,
આજ મેં શ્રીજી પ્યારાને દીઠો
રૂપનો પ્યાલો

પાયે ઝાંઝર ઝમ-ઝમ ઝમકે,
કંદોરાની ઘુઘરી ઘમકે
ગોવાળો સંગ વનમાં ફરતો,
આજ મેં શ્રીજી પ્યારાને દીઠો
રૂપનો પ્યાલો

ગોપિકાની સંગે ભટકે,
“નીતા” વારી એને લટકે
ભક્ત હૃદયમાં હારતો ફરતો,
આજ મેં શ્રીજી પ્યારાને દીઠો
રૂપનો પ્યાલો


Leave a Reply

Your email address will not be published.