71 ઊંચા ઊંચા હાથે શ્રીજી મુજને


ઊંચા ઊંચા હાથે શ્રીજી મુજને બોલાવતો
મારે જાઉંછે શ્રીજીને દ્વાર,
વાંસળીના સુરે શ્યામ મુજને પોકારતો,
મળવું શામળિયા સરકાર,
મારે મળવું શામળિયા સરકાર

રૂડા મેવડધામ ના રૂડા મંદિરિયે,
રૂડા છે વૈષ્ણવ તમામ
રૂડા કમળોકે રૂડો રમે રાસમાં,
રૂડા એવા શ્રીજીના ધામ
રાસના એ તાલમાં ગતને નચાવતો
અલબેલો ગતનો આધાર
વાંસળીના સુરે

રત્ન કેરા ચોકમાં મારુ હૈયું મલકતું,
હરિ હીરલો લાગ્યો મુજ હાથ
ગ મોહન પર જ્યાં નીરખીને જોયું તો,
જોયો શ્રીજી શ્યામળાનો ઠાઠ,
આંખડીના મટકે જ્ગતને ડોલાવતો
ગોપીઓનો જીવન આધાર
વાંસળીના સુરે

આજ કોઇ રોકે નહિ ઉરના ઉલ્લાસ ને,
ઉતાવળ મળવું મારે શ્યામ
સાંવરિયા રંગમાં શાવરી થઇ મહાલવું,
ચરણ કમલ સુખધામ,
હાસ્યની માધુરી એ કમાન ગાડતો
નીતા નો પ્રાણ આધાર
વાંસળીના સુરે


Leave a Reply

Your email address will not be published.