77 ભાવ થી સેવા કરો ગિરીરાજની


ભાવ થી સેવા કરો ગિરીરાજની (૨),
રાત-દિન રટણા કરો શ્રીનાથની,
ભાવ થી રટણા કરો શ્રીનાથની

દેહ વૈષ્ણવનો મળ્યો મોંઘો તને (૨),
લાડ લૂંટી લે તું શ્રી કૃષ્ણના નામ ની
ભાવ થી સેવા કરો ગિરીરાજની

કૈક આવ્યા કૈક તો ચાલ્યા ગયા (૨),
જુઠી માયા છે ધરા કે ધામની
ભાવ થી સેવા કરો ગિરીરાજની

સોંપીદે સઘળું પ્રભુના હાથમાં (૨),
છોડી પંચાત આખા ગામની
ભાવ થી સેવા કરો ગિરીરાજની

ચાર દિનની ચાંદની આ જિલ્ગી (૨)
આંખ મિચાયાં પછી શું કામની
ભાવ થી સેવા કરો ગિરીરાજની

બાળ બાંધીલે તું ભાથું સેવાનું (૨),
મેલી પરવા માન કે અપમાન ની
ભાવ થી સેવા કરો ગિરીરાજની

જ્ય શ્રીનાથજી..જ્ય શ્રીનાથજી
જ્ય શ્રીનાથજી..જ્ય શ્રીનાથજી


Leave a Reply

Your email address will not be published.