મને પ્રભાતે સપનું આવ્યું (૨)
મારે રમવું શામળિયાની સાથે,
વારી જાઉં શ્રીનાથજી…મને
વહાલે બંસી વગાડી ઝીણા સરની
મારે મંદિરિયે સંભળાય,
વારી જાઉં શ્રીનાથજી.…મને
સોળ કળાએ સરજ ઉગ્યો
મારા હૃદિયામાં થયા અજવાળા,
વારી જાઉં શ્રીનાથજી…મને
બેડું મેલ્યું જમનાજીના ઘાટમાં
ફૂલડાંની છાબ શ્રીનાથજીને ભેટ,
વારી જાઉં શ્રીનાથજી…મને
મારું નાહવા ગંગા ને ગોમતી
માટે કરવા શ્રીજમુનાજીના પાન,
વારી જાઉં શ્રીનાથજી …મને
મારે જાઉ શ્રીવલ્લભકલની વાટે
બલિહારી જાય માધવદાસ,
વારી જાઉં શ્રીનાથજી . મને
માધવદાસની વિનંતી એમ જાણે
અમને દેજો શ્રી વ્રજમાં વાસ
વારી જાઉં શ્રીનાથજી મને