87 મલકંતા મુખડે મોહનને મળતી


મલકંતા મુખડે મોહનને મળતી
અભય દેનારી યમુને મહારાણીમાં,
છલકતા હૈયે મોહનને મળતી,
ભક્તિ દેનારી ય યમુને મહારાણીમાં
મલકંતા મુખડે

મલપતી ચાલે મોહનને મળતી,
પતિતપાવની જ્ય યમુને મહારાણીમાં
કંકણ ખણકાવતી મોહનને મળતી,
કરુણા કરતી જ્ય યમુને મહારાણીમાં
મલકંતા મુખડે

ઉલ્લાસ જગાવતી મોહનને મળતી,
રાસમાં ફરતી યમુને મહારાણીમાં
ઘુઘર ધમકાવતી મોહનને મળતી,
કૃષ્ણને પ્યારી જ્ય યમુને મહારાણીમાં
મલકંતા મુખડે

કૃપા વરસાવતી મોહનને મળતી,
ભક્તોને વહાલી જ્ય યમુને મહારાણીમાં
શ્યામ રૂપ ધરતી મોહનને મળતી,
ભવસિંધુ તારિણી જ્ય યમુને મહારાણીમા
મલકંતા મુખડે

ભક્તોના હૈયા લઇ મોહનને મળતી,
શરણાગતવત્સલ યમુને મહારાણીમાં
સોળે શ્રીંગાર સાજી મોહનને મળતી,
“નીતા”નું જીવન યમુને મહારાણીમાં
મલકતા મુખડે


Leave a Reply

Your email address will not be published.