90 અમી વરસાવતી આંખલડી ને


અમી વરસાવતી આંખલડી ને
આશિષ વરસાવતા કર,
ઝાંઝર ઝમકાવતી ચાલી મહારાણી માં,
મળવાને શ્યામસુંદર વર
અમી વરસાવતી

નવરંગ લહેરિયા ની ચૂંદલડી માં,
કંઠે હૈ ક્વલ હાર (ર),
કમળ માળા લઇ ચાલી મહારાણીમાં,
મળવાને શ્યામસુંદર વર
અમી વરસાવતી

બાહે બાજુબંધ કરમાં છે કંકણ,
કાને ઝુમખાંની જોડ
અતિ આનંદમા ચાલી મહારાણીમાં,
મળવાને શ્યામસુંદર વર
અમી વરસાવતી

અણવટ વિછ્યિા મુગટ છે રૂડા,
કેશ ક્વા સુંદર
ભક્તોના રુદિયા લઇ ચાલી મહારણીમાં,
મળવાને શ્યામસુંદર વર
અમી વરસાવતી

રત્નજડિત પોંચી રુમઝુમતાં નુપુર,
કેડે કંદોરાનો શોર
મીઠું હસતી ચાલી મહારાણીમાં,
મળવાને શ્યામસુંદર વર
અમી વરસાવતી

મધુર ગુણ મળી મધુર બોલતી,
પ્રિય સંગ રમતી મધુર
ભક્તિના દાન દેતી ચાલી મહારાણીમાં,
મળવાને શ્યામસુંદર વર
અમી વરસાવતી

અમી વરસાવતી છબી પર”નીતા,
તન-મન-ધન નીસાર
કરુણા કરતી ચાલી મહારાણીમાં,
મળવાને શ્યામસુંદર વર
અમી વરસાવતી


Leave a Reply

Your email address will not be published.