74 ગોમડા ની ગોઠણ


હો તુ મને બોવ રોવડાવે
હો તુ મને બોવ રોવડાવે
તુ મને મળવા ના આવે
ઓ ગોમડા ની ગોઠણ,
તારી ડોડી જોઈ યાદ મને આવે
હો તું મને કેમ રે ભૂલાવે
તું મને કેમ ના બોલાવે
ઓ ગોમડા ની ગોઠણ,
તારી ડોડી ની યાદ મને આવે
હો આજ કાલ કરતાં વીતી ગયા વર્ષો
રહી ગયો તારા પ્રેમ નો તરસ્યો
ઓ ગોમડા ની ગોઠણ
તારી ડોડી ની યાદ મને આવે…
તું મને બહુ રોવડાવે
તુ મને મળવા ના આવે
ઓ ગોમડા ની ગોઠણ
તારી ડોડી ની યાદ મને આવે

હો ડોડી ને ગળા માં પેરી ને ફરતા
તારા હાથે પેરાઈ તી યાદ અમે કરતાં
હો લાડવાઈ લાડુ તને પ્રેમ બહુ કરતાં
દિલ ની નજીક ડોડી ને દિલ માં તને રાખતા
આલી ને ગઈ તું પ્રેમ ની નિશાની
બેઠી છે હવે તું થઈ ને બીજાની
ઓ ગોમડા ની ગોઠણ
તારી ડોડી ની યાદ મને આવે
હો તુ મને બોવ રોવડાવે
તુ મને મળવા ના આવે
ઓ ગોમડા ની ગોઠણ
તારી ડોડી ની યાદ મને આવે…

હો માથું ગૂંથતા બોધી પોપટી ચોટલે
મારી રાહ જોઈ બેઠતા ઘરની બહારે ઓટલે
ઘરથી બોનું બનાવી મને મળવું તું એટલે
કૂવે પોણી હેડ્યા લઇ મોરિયું ને માટલે
હો બસસ્ટેન્ડ મળતા પોન નો ગલ્લો
તારા વગર હુંનો લાગે પાદરનો વડલો
ઓ ગોમડા ની ગોઠણ
તારી ડોડી જોઈ યાદ મને આવે
તું મને બહુ રોવડાવે
તુ મને મળવા ના આવે
ઓ ગોમડા ની ગોઠણ
તારી ડોડી જોઈ યાદ મને આવે…


Leave a Reply

Your email address will not be published.