79 બેવફા સાથે મુલાકાત


હો મારી હારે જે થયું એ તારી હારે થાશે
હો મારી હારે જે થયું એ તારી હારે થાશે
મારી હારે જે થયું એ તારી હારે થાશે
જ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશે
જ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશે
હો ઈંટ નો જવાબ પથ્થરથી મળશે
મારી જેમ આખો તારી રડશે
આખો તારી રડશે…
દર્દ મારા દિલ નું તને એ દાડે હમજાશે
દર્દ મારા દિલ નું તને એ દાડે હમજાશે
જ્યારે તને પણ તારા જેવા ભટકાશે
જ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશે

હો મારો મારો કેતા તારું મોઢું ના સુકાતુ
મારા વિના તને તો કોય નતું દેખાતુ
હો તને ના પાલવે મળવાનું જોના થાતું
નાટક આ પ્રેમ નું વ્હાલી હતું જબરુ
હસવું હોય એટલું તું હસી લેજે
રડતાં નઇ આવડે તું લખી લેજે તું લખી લેજે
માથે કાળી રાત ને આખો લાલ થાશે
માથે કાળી રાત ને આખો લાલ થાશે
જ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશે
જ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશે…

હો તારી બેવફાઇ રંગ એવો લાવશે
તારું કરેલું પગ માં તારા આવશે
હો તારી ભૂલ જ્યારે તને રે રડાવશે
યાદ આ ગરીબની ત્યારે તને આવશે…
હો નંબર મારી ડાયલ કરવો પડશે
રિંગ વાગશે પણ ફોન ના ઉપડશે
મારો ફોન ના ઉપડશે
હો બેસી ના રેતા બેવફા ના વિશ્વાસે
બેસી ના રેતા બેવફા ના વિશ્વાસે
જો તૂટે દિલ તમારું તો તૂટે હારા માટે
જો તૂટે દિલ તમારું તો તૂટે હારા માટે….


Leave a Reply

Your email address will not be published.