80 રંગે રૂપાળું પતંગિયું


જોયું રંગે રૂપાળું રે એક પતંગિયું
જોયું રંગે રૂપાળું રે એક પતંગિયું
મારા દલડે વસી ગયું રે એક પતંગિયું
એનું ગોમ ચિયું એનું નોમ સે શું
એનું ગોમ ચિયું એનું નોમ સે શું
એ લાલ પીળા રંગ નું રે આ પતંગિયું
જોયું રંગે રૂપાળું રે એક પતંગિયું
જોયું રંગે રૂપાળું રે એક પતંગિયું
એક પતંગિયુ એક પતંગિયું એક પતંગિયું

હો નાક માં નથડી ને આખો માં કાજલ
કરે છે એ તો મારી ધડકન ને ઘાયલ
હો નજરીયાળું રણ કે પગ માં પાયલ
જળહળ જોબનિયું કરે છે પાગલ
એ હું તો ભોન ભુલ્યો રંગે રૂપે મોહ્યો
એ હું તો ભોન ભુલ્યો રંગે રૂપે મોહ્યો
પહેલી વાર જોયું રે એક પતંગિયું
એ માયા લગાડી જ્યું આ પતંગિયું
જોયું રંગે રૂપાળું રે એક પતંગિયું
એક પતંગિયુ એક પતંગિયું એક પતંગિયું

એને જોઈ ને થાય મન માં હલચલ
માયા લાગી એની હારી બેઠો દલ
રાણી બનાવી દિલ માં રાખું હરપલ
કરવી વાતો ઘણી એકલા માં મલ
ઘડનારે એને કઈ માટી માં ઘડ્યું
ઘડનારે એને કઈ માટી માં ઘડ્યું
એ મહેક ની કલમે રે લખાણું પતંગિયું
એ સાબરકાંઠા થી આવ્યું રે પતંગિયું
જોયું રંગે રૂપાળું રે એક પતંગિયું
એક પતંગિયુ એક પતંગિયું એક પતંગિયું


Leave a Reply

Your email address will not be published.