હો મારી જિંદગીમાં તારો સાથ રે ઘટે
હો મારી જિંદગીમાં તારો સાથ રે ઘટે
મનડું મારૂં તારી માળા રે રટે
મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો આઠે અંગે તું તો પુરી કોઈ વાતે ના અધુરી
આઠે અંગે તું તો પુરી કોઈ વાતે ના અધુરી
હો તારા વિના જિંદગીમાં કાઈ ના ઘટે
તારા વિના જિંદગીમાં કાઈ ના ઘટે
મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો હો મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો જમણી બાજુ દાંત વચ્ચે દબાયેલો હોઠ
જોઈને દલમાં મારા વાગી ગઈ ચોટ
હો અણીયારી કાજળીયાળી આંખના પલકારે
ખબર ના પડી ઘાયલ થઈ ગયો ક્યારે
હું તો ભુલી ગયો ભાન નથી મારૂં મને ધ્યાન
હું તો ભુલી ગયો ભાન નથી મારૂં મને ધ્યાન
હો તને જોયા વિના મારો દન ના કટે
તને જોયા વિના મારો દન ના કટે
મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો આવું રૂપાળું રૂપ જોયું નતું કદીયે
જોઈને તને હું તો ચડી ગયો હડીયે
હો હો દિલ હતું મારૂં એ થઈ ગયું છે તારૂં
માનતું નથી કઈ કહેવું એ મારૂં
હે નથી કોઈથી લેવા-દેવા એક તુજ એની દવા
નથી કોઈથી લેવા-દેવા એક તુજ એની દવા
હો તારી દવા વિના દુઃખ નઈ મટે
તારી દવા વિના મારૂં દુઃખ નઈ મટે
મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો મારી નજર ના હટે ના તું નજરથી હટે