21 તારી યાદ


હો તડપતું દિલને રોતી આંખો રઈ ગઈ
હો તડપતું દિલને રોતી આંખો રઈ ગઈ
તું ના રહીને તારી યાદો રઈ ગઈ
હો તું છોડી ગઈને જિંદગી બરબાદ થઈ ગઈ
તું ના રહીને તારી યાદો રઈ ગઈ
હો તારા વગર હવે નથી રે જીવાતું
દર્દ જુદાઇનું નથી રે સહેવાતું
હો તડપતું દિલને રોતી આંખો રઈ ગઈ
તું ના રહીને તારી યાદો રઈ ગઈ
હો તું ના રહીને તારી યાદ રઈ ગઈ

હો પહેલો ને આખરી તમે મારો પ્યાર છો
શ્વાસોમા સમાયા છો દિલનો ધબકાર છો
અમને મુકીને તમે દુર રે થયા છો
આટલા બે રહેમ કેમ રે થયા છો
હો તારા ગયા પછી જીવન ઝેર જેવું લાગે
એક એક પલ એક યુગ જેવી લાગે
હો તડપતું દિલને રોતી આંખો રઈ ગઈ
તું ના રહીને તારી યાદો રઈ ગઈ
હો તું ના રહીને તારી યાદ રઈ ગઈ

હો પાણી વગર જેમ માછલી તડપે છે
તારા વગર મારૂં દિલ આ રડે છે
હો તારો આ પ્યાર મારા દિલમાં સદા રહેશે
મારા આ હાલ જોઈ કુદરત પણ રોશે
હો એક નહીં હજારો જનમ પણ લેશું
જાન મારી પ્રેમ તારો કદી ના ભુલીશું
હો તડપતું દિલને રોતી આંખો રઈ ગઈ
તું ના રહીને તારી યાદો રઈ ગઈ
હો તું ના રહીને તારી યાદ રઈ ગઈ
હો તું ના રહીને તારી યાદો રઈ ગઈ
હો તું ના રહીને તારી યાદો રઈ ગઈ


Leave a Reply

Your email address will not be published.