05 દેસી ભજન સાખીઓ


જપ તપ તીરથ કરે, ઘડી ન છોડે ધ્યાન;
કહહી કબીર ભકિત બિના, કભુ ન હોય કલ્યાણ…

કબીર ગર્વ ન કિજીયે, રંક ન હસિયે કોય,
અજીહું નાવ સાગર પડી, ના જાનું કયા હોય?..

સંગત કીજે સંતકી, કભી ન નિષ્ફળ હોય,
લોહા પારસ પરસતે, સોભી કંચન હોય…

મીઠા સબસે બોલિયે, સુખ ઉપજે ચહું ઓર;
વસીકરન યહ મંત્ર હૈ, તજિયે બચન કઠોર…

ચકકી ફિરતી દેખકે, દિયા કબીરા રોય,
દો પડ બીચ આય કે, સૈબત ગયા ન કોય!..

કામ, ક્રોધ, મદ, લોભકી, જબ લગ ઘટમેં ખાન;
કયા મૂરખ કયા પંડિતા, દોનું એક સમાન…

ત્યાગ તો ઐસા કીજિયે, સબ કુછ એક હી વાર;
સબ પ્રભુકા મેરા નહિ, નિશ્ચય કિયા બિચાર…

ચાહ ગઈ ચિંતા ગઈ, મનવા બેપરવા,
જિનકો કછૂ ન ચહિયે, સો શાહનકા શાહ!..

મન મૂવા માયા મુઈ,સંશય મુવા શીર,
અવિનાશી તો ના મરે, તૂ કયોં મરે કબીર?..

કરિયે નિત સતસંગકો, બધા સકલ મિટાય;
ઐસા અવસર ના મિલે, દુર્લભ નર તન પાય…

ઔર કર્મ સબ કર્મ હૈ, ભકિત કર્મ નિષ્કર્મ;
કહહિં કબીર પુકાર કે, ભકિત કરો તજી ભર્મ.

કબીર કૂવા એક હૈ, પનિહારી અનેક;..
ન્શારે ન્શારે બરતન ભયે, પાની સબમેં એક.

જપ, તપ ઔર વ્રતૈદ સબ, તહાં લગી ભ્રમરૂપ
જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.

જાત જાત કો પાહુના, જાત જાત ઘર જાય;
સાહેબ જાત અજાત હૈ, સબ ઘટ રહા સમાય.

જેની જીભે જાદવો, જેને રોમે રામ;
આઠે સિદ્ધિ આંગણે, જોગંદરને ધામ.

લૂટ સકૈ તો લૂટી લૈ, રામનામકી લૂટ;
ફિર પીછે પછિતાયેગે, પ્રાણ રહૅંગે છૂટ.

વીંછી કેરી વેદના, જેને વીતી હોય;
તે જાણે પીડ પારકી, અવર ન જાણે કોય.

કર્મમાં જે લેખ લખ્યા, તે મિથ્યા નવ થાય;
રંક મટી રાજા બને, રજા રંક જ થાય.

બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ;
હીરા મુખસે ના કહે. લાખ હમારા મોલ.

ટુકડા માંહિ ટુક દે, ચીરા માંહિ દે ચીર;
જો દિયે સો પાવહિં, યા કહૈ સંત કબીર.

જબ તું જન્મીયાં જગમેં, જગ હસે તું રોય,
ઐસી કરની કર ચલો, તુમ હસે જગ રોય.

બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત;
સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત.

જાતે જે નર કરી શકે, તે ન અવરથી થાય,
આપ મુવા વિના કોઈથી સ્વર્ગે નવ જવાય.;

ચતુર નર મન ચિંતવે, કીજે ઊત્તમ કામ
ધન ખરચી ધીરજ ધરી, જગમાંહી રાખે નામ.;

શિયાળે સમરૂં તને, ને ઊનાળે પણ ના વિસરૂં
ચોમાસે ચિત્તમાં ધરૂં, ને વંદુ બારેમાસ;

આપ તજ હરિ ભજ , નખશીખ તજ વિકાર;
સબ જીવસે નિર્વેર રહે, સાધ મતા હૈ સાર.;

કબીર! માયા ડૈકની! ખાયા સબ સંસાર;
ખાઈ ન સકી કબીરકો, જાકે રામ આધાર!;

નામ લિયા જિન સબ લિયા, સબ શાસનકો ભેદ;
બિના નામ નરકે ગયે, પઢિ ગુનિ ચારોં વેદ;

લાખો અહિં ચાલ્યા ગયા, લાખો બીજે ચાલ્યા જશે
માટી તણી આ જિંદગી, માટી માંહી મળી જશે.;

કદમ અસ્થિર હોય એને, કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફીરને, હિમાલય પણ નથી નડતો.;

કશું ન નીપજે એકથી, ફોકટ મન ફુલાય;
કમાડ ને તાળું મળી,ઘરનું રક્ષણ થાય.;

મન મિલે તો કરિયે મેલા, ચિત્ત મિલે હો રહિયે ચેલા;
કબીરજી યૂં કહે સાધુ, સબ સે શ્રેષ્ઠ જો રહે અકેલા.;

નીચ નિચાઈ ના તજે, જો પાવે સતસંગ;
તુલસી ચંદન લિપટકે, વિષ નહિ તજે ભુજંગ.;

નારાયણ દો બાતકો, દીજે સદા બિસાર;
કરી બૂરાઈ ઔરને, આપ કિયો ઊપકાર.;

દેતે સૌ લેતે નહીં, કરતે હૈ ઈનકાર;
માંગે જબ મિલતા નહીં, એ જગકા ઈકરાર.;

રામ રામ સબ કોઈ કહે, ઠગ ઠાકુર અરું ચોર;
બિના પ્રેમ રીઝે નહીં, તુલસી નંદકિશોર.;

બડે બડે સબ કહત હૈ, બડે બડે મેં ફેર;
સરિતા સબ મીઠી લગે, સમુદ્ર ખારો ઝેર.;

નારાયણ આ જગતમેં, હૈં દો વસ્તું સાર;
સબસે મીઠો બોલવો, કરનો પર ઊપકાર.;

આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર;
એક લઈને પાછો આપે, એક કરાવે ઝેર.;

મન મેલા તન ઊજલા, બગલા કપટી અંગ;
તાતે તો કૌઆ ભલા, તન મન એક હી રંગ.


Leave a Reply

Your email address will not be published.