40 સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું


સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી
ને અભ્યાસે જીતવો અપાન રે
સરળ ચિત્ત રાખી

રજ કર્મથી સદા દૂર રહેવું
ને કાયમ કરવો અભ્યાસ રે
પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં
ને શીખવો વચનનો વિશ્વાસ રે
સરળ ચિત્ત રાખી

ડાબી રે ઇંગલા ને જમણી રે પિંગલા
ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું
ને કાયમ રહેવું રસમાણ રે
સરળ ચિત્ત રાખી

નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે
એમ નક્કી જાણવું નિરધાર રે,
ગંગા સતી એમ રે બોલિયા રે
ખેલ છે અગમ અપાર રે
સરળ ચિત્ત રાખી


Leave a Reply

Your email address will not be published.