102 મઢીમાં અવીનાશી અવધુત


કોઈ નીરખી લ્યો નીજ સ્વરુપ,
મઢીમાં અવીનાશી અવધુત

ખલક ખલકો તન તુંબડી,
માંહી બિરાજે મુની રે,
અગમ અગોચર આસન રખકે,
જગ્યા પકડી સુની
મઢીમાં અવીનાશી…

રંકા વંકા ને કેવળ કુબા,
મસ્ત જ્યા મીરાંબાઈ રે,
દ્ત કબીર ભરથરી ગોરખે,
એહી મુરત ઓળખાઈ…
મઢીમાં અવીનાશી…

ગુરુ ગમસે ગોતી લેજો,
અજબ લગાવો ધુન રે,
બોલે છે તેને પાારખી લેજો,
એહી મુરત છે જુની…
મઢીમાં અવીનાશી…

એહી મુરત કો જરા મરણ નહી,
નહી રુપ નહી છાયા રે,
મઢીયે મઢીયે આસન ઉનકા,
વીરલે દરલયશન પાયા
મઢીમાં અવીનાશી…

મેં જાચક સદગુરુ ચરણકા,
“દાસ સવે” ગુણ ગાયા રે,
સ્વામી ફુલગરજી સંત ભેટતા,
એહી મુરત ઓળખીયા…
મઢીમાં અવીનાશી…


Leave a Reply

Your email address will not be published.