104 જ્ઞાની ગુરૂ મળીયા રે ગોળી મારી


જ્ઞાની ગુરૂ મળીયા રે,ગોળી મારી જ્ઞાન તણી,
કંચન કાયા કીધી રે,ગુરૂ તો મારા પારસમણિ

હું તો જનમની આંધળી,મને ગુરૂએ આપી આંખ,
ગુરૂ ચરણનું અંજન આંજ્યુ,તો મટી ગઇ સહું ઝાંખ,
આંખો ખોલી જોયું રે,ઘટઘટ માંય બેઠો અલખ ધણી

ગુરૂના ગુણને હું શું ગાવું,એ ગુણનો ન આવે પાર,
ગુરૂ તો મારા આંખની જ્યોતિ,ગુરૂ હ્દયના હાર,
ગુરૂ દયાળુ દેવા રે,ગુરૂ દક્રુપા તો ઘણી રે ઘણી

તન મન ધન,સદગુરૂને અરપણ,હું તો ગુરૂની દાસ,
ગુરૂ ગરીબ નિવાજ અમારા,પૂરે ગરીબોની આશ,
ગુરૂ ચરણમાં રહેવું રે,ગુરૂ તો મારા ધિંગા ધણી

ગુરૂના દરશન કરતાં નિશદિન,અડસઠ તીરથ થાય,
દાસ ‘સતાર’ ગુરૂની સેવા કરતા,હૈયે હરખ ન માય,
ગુરૂ અમારા પ્રેમી રે,પીધી છે પ્યાલી પ્રેમ તણી


Leave a Reply

Your email address will not be published.