વૈરાગ તો લાગ્યો ગુરુની વાતડીયે
હાલો મારા હરીજનની હાટડીએ…
હીરલાની વણજુ તમે કરો રે વેપારી
ખોટ નહી આવે તારી ગાંસડીએ…
હાલો મારા હરીજનની…
પ્રેમના પાલવડા તમે પહેરો રે સુહાગણ
રંગ તો લાગ્યો રે જીવનની ભતડીએ…
હાલો મારા હરીજનની…
નાથજી મેં તો તમને દલ ભરી નીરખ્યાં
અનુભવ કીધો મારીં આંખડીએ…
હાલો મારા હરીજનની…
દાસ રે “હોથી”ને ગુરુ મોરાર મળ્યાં
તાળી રે લાગી અમને સમદરીયે…
હાલો મારા હરીજનની…