સેવા મારી માની લેજો‚
સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે‚
પૂજા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે
ગુણપતિ દેવા રે
ખોલો મારા રૂદિયાનાં તાળા‚
તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી…
જળ રે ચડાવું દેવા ! જળ નથી ચોક્ખાં રે‚
ઈ જળ ઓલી માછલીએ અભડાવ્યાં રે
સેવા મારી માની લેજો…
ફુલડાં રે ચડાવું દેવા ફુલ નથી ચોક્ખાં રે‚
ઈ ફુલ ઓલ્યે ભમરલે અભડાવ્યાં રે
સેવા મારી માની લેજો
દૂધ રે ચડાવું દેવા દૂધ નથી ચોક્ખાં રે‚
ઈ દૂધ ઓલ્યાં વાછરડે અભડાવ્યાં રે
સેવા મારી માની લેજો
ચંદન ચડાવું દેવા ચંદન નથી ચોક્ખાં રે‚
ઈ ચંદન ઓલ્યા ભોરીંગે અભડાવ્યાં રે
સેવા મારી માની લેજો…
ભોજન ચડાવું દાતા ભોજન નથી રે ચોક્ખાં રે‚
ઈ ભોજન ઓલી માખીએ અભડાવ્યાં રે…
સેવા મારી માની લેજો…
મછંદરનો ચેલો જતિ ગોરખ બોલ્યા રે‚
આ પદ ખોજે‚ સોઈ નર પાયા રે…
સેવા મારી માની લેજો…