110 દેશી રે મળે રે આપણા દેશના


પગ રે વિના નુ પંથે હાલવુ,
જાવુ મારે ગુરુજી ને દેશ
દેશી રે મળે રે આપણા દેશના
પહોચાડે ગુરુજી ને સંદેશ..

પાયા રે પ્યાલા ગુરુ એ પ્રેમ ના,
આવ્યા કાંઈ અમી ના ઓડકાર
વચન બાણ ગુરુ એ માર્યા,
લાગ્યા રુદિયા મોજાર…
પગ રે વિનાનુ…

મન તો ચડયુ રે ગુરુજી માળીયે,
સુરતા ચડી છે આસમાન
સુરતા રાણી એ ત્રાપા નાખ્યા
દિધા તખત પર નિશાન..
પગ રે વિનાનુ…

અંતર ના પડદા ગુરુ એ ખોલ્યા
થઈ છે આનંદ લીલા લહેર
અખંડ સમાધી લાગી દેહ મા
ચડી ગઇ શુન શિખર મોજાર….
પગ રે વિનાનુ…

આ રે કાયા મા મીઠી વિરડી
પાણીલા ભરે છે પનિહાર
કાંઠે રે ઉભો એક જોગીડો
લીધો છે વૈરાગી નો વેશ…
પગ રે વિના નુ…

આ રે પંથે હાલવુ દોયલુ ,
નથી ત્યા કોઇ નો સંગાથ
દાસ રે અંબારામ આવુ બોલ્યા,
સદગુરુ ભેટયા શિવરામ…
પગ રે વિનાનુ…


Leave a Reply

Your email address will not be published.