111 આવો તો આનંદ કરીયે બાવાજી


આવો તો આનંદ કરીયે બાવાજી,
નય આવો તો પત જાય જી
ગરવા માયલા નાથજી,
આવે આવસરીયે આવજો….

કાયા માં કાળીંગો વ્યાપ્યો,
થોળે થોળે ખયજો
હું રે સુહાગણ સુંદરી,
મારે તમારો આધાર જો…
ગરવા માયલા નાથજી…

ખાંડુ ખડગ હાથમાં લીધા,
ભાગ્યો કાળીંગો જાય જો
ભાગુ તો નાથ ઉગરુ,
ગુરુજી કરો ને સહાય જો…
ગરવા માયલા નાથજી…

અંતર ના વાજા વાગ્યા,
વ્રેમાંડ જાવુ તારી વાટ જો
ભવસાગર માં બુડતા મારા,
ગુરુએ પકડી બાંય જો…
ગરવા માયલા નાથજી…

વેલનાથ તમારા બાથમાં,
બાજીગરનો ખેલ જો
વેલાબાવા ચરણે બોલ્યા”રામૈયો”,
ગુરુ ચરણોમાં દેજો વાસ…
ગરવા માયલા નાથજી…


Leave a Reply

Your email address will not be published.