112 જેની ઘેરે સદગુરુજીના વાસ ઉજાલા


જેની ઘેરે સદગુરુજી ના વાસા
ઉજાલા એના આંગણા…
જેની ઘેર…

ગંગા જમના વસે નીત ત્યાઈ ત્રીવેણી
ત્રીવેણી કરે ત્યા તમાશા…
જેની ઘેર…

રિધ્ધી સિધ્ધી આળોટે ઘરમાં
અન્નપૂર્ણા કરે નય પગ પાછા…
જેની ઘેર…

તીરથ સઘળા ઘર ગોતી આવે
તત્વ કરે તમાશા…
જેની ઘેર…

ગુરુ પ્રતાપે “બાલગીરી” કહે છે
એને નહી પછી કોઈની આશા…
જેની ઘેર…


Leave a Reply

Your email address will not be published.