અમને છોડી ચાલ્યા બાપા બજરંગદાસ રે બાવાજી,
બાપા તમે નોંધારા મેલી ને નવ જાવ રે બાવાજી,
લીધી રે વિદાયુ બગદાણા ધામની…..
સત્યની સેવાયું તમારી સાંભળે હે બાવાજી,
હે તમે દુ:ખીયાના હતા રે દાતાર રે બાપા
વસમી વિદાયુ તમારી સાંભળે…
“પણ જોને શોશાણા જળ સાયરા
અરે ઓલ્યા પથ્થર પીગળીને જાય
પણ સ્વર્ગે બજરંગદાસ બાપા સીધાવતા
હરે આજ રોઈ રે ઉઠી આખી વનરાય”
રોયા પશુ ને રોયા પંખીડા હો બાપા,
બાવાજી તમારા વિના રોઈ ઉઠી આખી વનરાય રે
વસમી વિદાયું તમારી સાંભળે…
હરી ના ભરોશે હરદમ હાલતા બાપા,
દિલ ના હતા તમે દાતાર રે હો બાપા
વસમી વિદાયું તમારી સાંભળે…
સંત ની ક્રુપા રે હરદમ રહેતી હો બાપા,
એવા “નારુ” કહે ઉજાળ્યો અવતાર રે.
લીધી રે વિદાયુ બગદાણા ધામની….